પાટણમાં ખોદકામથી નાગરિકો ત્રસ્ત, કાયમી ઉકેલની માંગ, કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું
પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તર ગુજરાત વીજ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓ કેબલ દ્વારા કરવામાં આવેલા ખોદકામથી નાગરિકો પરેશાન થયા છે. ઘણા વિસ્તારોમાં ખાડાઓ તો પૂરવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય લેવલિંગ ન થ
પાટણમાં ખોદકામથી નાગરિકો ત્રસ્ત, કાયમી ઉકેલની માંગ, કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું.


પાટણમાં ખોદકામથી નાગરિકો ત્રસ્ત, કાયમી ઉકેલની માંગ, કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું.


પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તર ગુજરાત વીજ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને જીઓ કેબલ દ્વારા કરવામાં આવેલા ખોદકામથી નાગરિકો પરેશાન થયા છે. ઘણા વિસ્તારોમાં ખાડાઓ તો પૂરવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય લેવલિંગ ન થવાથી રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બન્યું છે અને વાહનોને નુકસાન થવાનું જોખમ વધ્યું છે. ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે. સરકારે 15 જૂન પછી ખોદકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, કેટલીક કંપનીઓ દ્વારા હજુ પણ કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે.

શહેર કોંગ્રેસના નેતા દીપક પટેલે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ત્રણેય કંપનીઓને તાત્કાલિક ખાડાઓ પૂરવા અને યોગ્ય લેવલિંગ કરવા સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, ખોદકામની ગુણવત્તા અને સમયમર્યાદાના નિરીક્ષણ માટે નગરપાલિકાની વિશેષ ટીમની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

દીપક પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીના ડબલ વેરા વસૂલવામાં આવે છે છતાં નાગરિકોને પૂરતું પાણી મળતું નથી. ગટરની સમસ્યાઓ સતત રહે છે. તેમણે આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની માગણી પણ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande