પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદરના કુછડી ગામે રહેતા દંપતીને વિદેશ મોકલવાની લાલચ આપી, પોરબંદરના બે વ્યક્તિઓએ રૂપિયા આઠ લાખની છેતરપીંડી કરતા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય.
છેલ્લા ઘણા સમયથી અનેક લોકો વિદેશ જવાની ઘેલછામાં છેતરપિંડીનો ભોગ બની લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે પોરબંદરના કુછડી ગામે રહેતા વિજયભાઈ લાખણસીભાઈ ઓડેદરા પણ વિદેશ જવાની લાલચમાં છેતરપીંડીનો ભોગ બન્યા છે. પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ પોરબંદરના ટુકડા ગામે રહેતા પરબત ઉર્ફે વિજય કાનાભાઈ ઓડેદરા અને બખરલા ગામે રહેતી વર્ષ જેતાભાઈ ઓડેદરા એ સાથે મળી કુછડી ગામના વિજય લાખણસીભાઈ ઓડેદરા અને તેમના પત્ની ને કેલિફોર્નિયા મોકલવાની લાલચ આપી 20/8/ 2024 ના રોજ આઠ લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ આજ દિન સુધી દંપતીને વિદેશ નહીં મોકલતા વિજયભાઈ ઓડેદરા એ અવાર- નવાર પરબત ઓડેદરા અને વર્ષ ઓડેદરા પાસે આઠ લાખ રૂપિયા પરત માંગતા ખોટા બહાના બતાવી વિજયભાઈ ઓડેદરા સાથે છેતરપીંડી થતા.વિજયભાઈ ઓડેદરા એ પરબત કાનાભાઈ ઓડેદરા અને વર્ષ જેતાભાઈ ઓડેદરા વિરુદ્ધ હર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya