પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ-શિહોરી હાઈવે પર કાંસા બસ સ્ટેન્ડ નજીક રોડ પર આવેલું લેવલ વગરનું ડામરનું થીંગડું અનેક અકસ્માતોનું કારણ બન્યું હતું. માત્ર એક સપ્તાહમાં અહીં ચાર નાના-મોટા અકસ્માતો થયા હતા અને બાઈક સવારો વારંવાર પટકાતા હતા.
તંત્ર દ્વારા સોમવારે જેસીબી મશીન દ્વારા નુકસાનકારક ડામર તોડી રોડને સમાન સપાટ બનાવાયો. ત્યારબાદ નવીન ડામર પાથરીને રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવ્યો. તંત્રની ઝડપી કાર્યવાહીથી વાહનચાલકો તથા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર