ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અંતગર્ત ડ્રાય ડે જાહેર કરાયા
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.28/05/2025 ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર,પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવ
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અંતગર્ત ડ્રાય ડે જાહેર કરાયા


પોરબંદર, 18 જૂન (હિ.સ.) : રાજય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.28/05/2025 ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર,પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.આ ચૂંટણી દરમ્યાન ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ-2025માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી (લીકરશોપ) હોટેલ, રેસ્ટોરન્ટ, કલબ જેવા પરવાનેદારો દ્વારા દારૂનું વૈચાણ તેમજ પીરસવાની સામે મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા 48 કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા.25/06/2025ના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કરવા પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 ની કલમ-142(1) હેઠળ પોરબંદર જિલ્લા, પોરબંદર ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ-2025 માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલ કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને જેઓને દારૂ રાખવાનું અને પુરી પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય અને વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને મતદાનનો સમય પુરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે 48 કલાકનો સમય તા.20/06/2025ના ક:18,00 થી તા.22/06/2025 ના કલાક 18.00કલાક સુધી (જો. પુનઃ મતદાન થાય તો પુનઃ મતદાનનો દિવસ પણ આવરી લેવાશો રહેશે.) તથા મતગણતરીનો દિવસ તા.25/06/2025ના દિવસે દારૂ વેચાણ કરવા, પીરસવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને આ સમયગાળાને ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પ્રોહિબીશન એક્ટ-1949અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande