હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનુ આજથી શરૂ
પાટણ, 18 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ઉત્તર ગુજરાતની 240થી વધુ કોલેજોમાં કુલ 21,000થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામા
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનુ આજથી શરૂ


પાટણ, 18 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ઉત્તર ગુજરાતની 240થી વધુ કોલેજોમાં કુલ 21,000થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત ઓનલાઈન રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુવિધા માટે દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે. ફક્ત ફોર્મ ભરતી વખતે સરકાર દ્વારા નક્કી કરેલ ફી ઓનલાઈન ભરવી પડશે.

ઉત્તર ગુજરાતમાં અનુસ્નાતક અભ્યાસ માટે આશરે 20,000 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેથી મોટાભાગના વિદ્યાર્થીઓને મેરિટ આધારિત પ્રવેશ મળવાની શક્યતા છે. ચોક્કસ જાણીતી કોલેજોમાં સ્પર્ધા તીવ્ર રહેશે, જ્યારે અન્ય કોલેજોમાં પ્રવેશ ચાર રાઉન્ડમાં મેરિટ આધારે આપવામાં આવશે. જો કોઈ અભ્યાસક્રમમાં બેઠકો ઓછી પડશે તો યુનિવર્સિટી વધુ બેઠકોની મંજૂરી આપશે જેથી તમામ ઉમેદવારોને તક મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande