ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલામાં તાલુકામાં ૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે.
છેલ્લા બે દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેમાં અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો, તાલાલામાં ૫૯, ઉનામાં ૫૮, કોડિનારમાં ૫૫, સુત્રાપાડામાં ૫૩, વેરાવળ-પાટણમાં ૩૦ અને ગીર ગઢડામાં ૨૭ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૪૭ મી.મી. વરસાદ પડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ