વિસાવદર વિધાનસભા મત વિસ્તારનું આગવું, કનકાઈ મતદાન મથક
જૂનાગઢ 18 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના અડાબીડ જંગલ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું કનકાઈ મતદાન મથક એક આગવું પોલિંગ સ્ટેશન છે. જિલ્લા ચૂંટણી તંત્ર અહીં ૧૨૨ જેટલા મતદારો માટે મતદાનની વ્યવસ્થાઓ ઊભી કરી છે, જંગલની મધ્યમાં હોવાથી
વિસાવદર વિધાનસભા મત વિસ્તારનું આગવું, કનકાઈ મતદાન મથક


જૂનાગઢ 18 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના અડાબીડ જંગલ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલું કનકાઈ મતદાન મથક એક આગવું પોલિંગ સ્ટેશન છે. જિલ્લા ચૂંટણી તંત્ર અહીં ૧૨૨ જેટલા મતદારો માટે મતદાનની વ્યવસ્થાઓ ઊભી કરી છે, જંગલની મધ્યમાં હોવાથી અહીં કોમ્યુનિકેશન માટે મોબાઈલ નહીં પણ વાયરલેસ સેટનો ઉપયોગ કરવામાં આવશે.

ગીર જંગલની મધ્યમાં અને કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના માલધારીઓ મતદાન કરશે. જૂનાગઢથી આશરે ૭૦ કિલોમીટર દૂર, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર, અડાબીડ જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે, તેવા કનકાઈ મતદાન મથકની સેડો એરિયાના મતદાન મથક તરીકે ગણના કરવામાં આવે છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારના અન્ય મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ત્યારે કનકાઈ મતદાન મથકનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કનકાઈ મતદાન મથક હેઠળ ૬૮ પુરુષો અને ૫૪ મહિલા એમ કુલ-૧૨૨ મતદારો મતદાન કરશે. આ મતદાન મથક જૂનાગઢ જિલ્લાના સૌથી ઓછા મતદાર ધરાવતું મતદાન મથક પણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande