-વર્ષ 2025/26 ના વર્ષ માટે પ્રમુખ લાયન વાસુદેવ અને લાઈન સુનીતા ગજેરાની ટીમની શપથવિધિ
-બંને પ્રમુખે આગામી વર્ષોની સામાજિક સેવાઓ માટેની ભવિષ્યની યોજનાઓથી સહુને વાકેફ કર્યા
-શહેરની જરૂરિયાતો, જરૂરિયાતમંદ લોકોની પરિસ્થિતિઓને સમજી તેને મદદરૂપ થવાની બાહેંધરી આપી
ભરૂચ 18 જૂન (હિ.સ.) શપથગ્રહણમ સમારોહ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર હુમન દ્વારા વર્ષ 2025/26 ના વર્ષ માટે પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા અને તેમના ધર્મપત્ની લાઈન સુનીતા ગજેરા અને તેમની ટીમની શપથવિધિ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર યોજવામાં આવી હતી. મંત્રી તરીકે લાયન યોગેશ પટેલ , શિલ્પા પટેલ અને ખજાનશી લાયન હિતેશ પટેલ , સારિકા પટેલનો પણ સાથે શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટ પાસ્ટ ગવર્નર લાયન દીપક પખાલે, મુખ્ય મહેમાન વિપુલ ગજેરા તેમજ 2025/26 ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર મોનાબેન દેસાઈ અને મોટી સંખ્યામાં લાયન સભ્યોની હાજરીમાં નવી ટીમની નિમણૂક કરવામાં આવી હતી.
ભવ્ય પદગ્રહણ સમારોહમાં ભરૂચ જિલ્લાની તમામ સંસ્થાઓના આગેવાનો અને તેની સમગ્ર ટીમના ભાઈઓ બહેનો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા અને સહુએ સફળ વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બન્ને પ્રમુખે આગામી વર્ષોની સામાજિક સેવાઓ માટેની ભવિષ્યની યોજનાઓથી સહુને વાકેફ કર્યા હતા તેમજ શહેરની જરૂરિયાતો અને જરૂરિયાતમંદ લોકોની પરિસ્થિતિઓને ઊંડાણથી સમજી તેને મદદરૂપ થવાની બાહેંધરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ