ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) આજે સમગ્ર જિલ્લાભરમાં વરસાદી વહેલી સવાર થી વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા ચાર કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા અને વેરાવળ માં બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે તાલાળા માં 1.5 ઇંચ વરસાદ થયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના ઉના કોરું ધાકોડ છે. ઉનામાં માત્ર છૂટાછવાયા ઝાપટાં પડયા છે, બાકી તાલૂકામા મેઘ મહેર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ