108 ઇમરજન્સી સર્વિસ દ્વારા ફરી એકવાર જિંદગીઓ બચાવવાની પ્રતિબદ્ધતાને, સાકાર બનાવતી એક સફળ કામગીરી
ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : તારીખ 17-06-2025 ના રોજ બપોરના સમયે 2:46 વાગ્યે 108 ઈમરજન્સી સર્વિસ પર જડકીયા ગામથી રાકેશભાઈ દ્વારા કૉલ પ્રાપ્ત થયો. તેઓએ જણાવ્યું કે કિસ્મતબેન નામની સગર્ભા મહિલા ને તાત્કાલિક ડિલિવરીનો દુઃખાવો શરૂ થયો છે અને એમ્બ્યુલન્સની
108 સેવા


ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : તારીખ 17-06-2025 ના રોજ બપોરના સમયે 2:46 વાગ્યે 108 ઈમરજન્સી સર્વિસ પર જડકીયા ગામથી રાકેશભાઈ દ્વારા કૉલ પ્રાપ્ત થયો. તેઓએ જણાવ્યું કે કિસ્મતબેન નામની સગર્ભા મહિલા ને તાત્કાલિક ડિલિવરીનો દુઃખાવો શરૂ થયો છે અને એમ્બ્યુલન્સની જરૂર છે.

કૉલ મળતાની સાથે જ નિકટમ રખિયાલ લોકેશન પરથી તાત્કાલિક ઈએમટી જગદીશસિંહ ઝાલા અને પાઇલટ સુરેશભાઈ સાધુ એમ્બ્યુલન્સ લઈને સ્થળ પર પહોચ્યા. કિસ્મતબેનને મમતા કાર્ડ પર જોખમવાળી સગર્ભા તરીકે નોંધવામાં આવી હતી (લોઅ બર્થ વેઈટ અને મલ્ટી પારા કેસ). તેમનુ હાલત જોતા અને સારવારની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ દરમિયાન રસ્તામાં કિસ્મતબેનને વધુ દુઃખાવો શરૂ થયો.

દદી તરફથી સહકાર ન મળતા, સમયની નાજુકતા અને પરિસ્થિતિને આધારે ઈએમટી જગદીશભાઈ ઝાલાએ એમ્બ્યુલન્સમાં જ સફળ અને સુરક્ષિત રીતે નોર્મલ ડિલિવરી કરાવી. દીકરીના જન્મ સાથે પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ અને એમ્બ્યુલન્સ સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો.

ERCP ડૉ. કુરેશી સાહેબના માર્ગદર્શન હેઠળ કિસ્મતબેનને ઇન્જેક્શન ઓક્સિટોસીન અને આરેલ આપીને યોગ્ય તાત્કાલિક સારવાર અપાઈ. ત્યારબાદ માતા અને નવજાત દીકરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

108 ઇમરજન્સી સર્વિસ દ્વારા ફરી એકવાર જિંદગીઓ બચાવવાની પ્રતિબદ્ધતાને સાકાર બનાવતી એક સફળ કામગીરી નોંધાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande