હારીજની ઈન્સ્ટાકાર્ટ કંપનીમાં ટીમ લીડર દ્વારા ₹1.09 લાખની ઉચાપત
પાટણ, 18 જૂન (હિ.સ.) : હારીજના શબરી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ઈન્સ્ટાકાર્ટ કંપનીમાં એક મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. કંપનીના ટીમ લીડર લક્ષ્મણભાઈ અંબાલાલ પરમાર સામે ₹1.09 લાખની ઉચાપતની FIR નોંધવામાં આવી છે. ચાણસ્મા તાલુકાના વસઈ ગામના રહેવાસી
હારીજની ઈન્સ્ટાકાર્ટ કંપનીમાં ટીમ લીડર દ્વારા ₹1.09 લાખની ઉચાપત


પાટણ, 18 જૂન (હિ.સ.) : હારીજના શબરી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ઈન્સ્ટાકાર્ટ કંપનીમાં એક મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. કંપનીના ટીમ લીડર લક્ષ્મણભાઈ અંબાલાલ પરમાર સામે ₹1.09 લાખની ઉચાપતની FIR નોંધવામાં આવી છે.

ચાણસ્મા તાલુકાના વસઈ ગામના રહેવાસી લક્ષ્મણભાઈ કંપનીમાં કેશ ઓન ડિલિવરીની રકમ જમા કરાવવાની જવાબદારી સંભાળતા હતા. ફેબ્રુઆરીના 9 દિવસમાં તેમને કુલ ₹5.90 લાખ મળ્યા હતાં, જેમાંથી ₹4.81 લાખ જમા કરીને બાકી રહેલા ₹1.09 લાખ પોતાની પાસે રાખી લીધા હતા.

કંપનીએ તેમને 12 દિવસમાં રકમ પરત કરવા જણાવ્યું હતું, પરંતુ ચુકવણી ન કરતાં એન્ફોર્સ અધિકારી અતીક સૈયદે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ તરફથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande