કેએસવી સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા, રોલ ઓફ એટીટ્યુડ એન્ડ પર્સનાલિટી ઇન ડેવલપિંગ સેલ્સ સ્કિલ્સ વિષય પર વર્કશોપનું આયોજન
ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ગાંધીનગરની બીબીએ કોલેજ દ્વારા “વિક્રય કૌશલ્ય વિકાસ માટે વલણ અને વ્યક્તિત્વની ભૂમિકા” વિષયક વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્વિજયસિંહ પરમાર
બીબીએ કોલેજ દ્વારા વર્કશોપનું આયોજન


બીબીએ કોલેજ દ્વારા વર્કશોપનું આયોજન


ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ગાંધીનગરની બીબીએ કોલેજ દ્વારા “વિક્રય કૌશલ્ય વિકાસ માટે વલણ અને વ્યક્તિત્વની ભૂમિકા” વિષયક વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્વિજયસિંહ પરમાર કે જેઓ કપિલા હેલ્થ કેરના મેનેજિંગ ડિરેક્ટર તેમજ ટેક્સ મેન કંપનીના વાઇસ ચેરમેન તરીકે સેવાઓ આપે છે. તેઓએ એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષય પર તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. અને વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ અને સારા કામ માટેના આદતી બનવું પડશે તેમ જણાવ્યું હતું.

તેઓએ વિદ્યાર્થીઓને સકારાત્મક વલણ, આત્મવિશ્વાસ, સંવાદ કુશળતા અને વ્યક્તિત્વના વિકાસની વિષયવાર માહિતી આપી. સેલ્સ સ્કિલ્સ માટે ના જરૂરી માપદંડો અને કેરેટરિસટીક્સ ની ઊંડાણપૂર્વક ચર્ચા તેઓએ કરી હતી. સાથે સાથે વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય વ્યપરિક પ્રવાહો અને તેમાં સેલ્સ બાબત ના પડકારો વિષે પણ માહિતી આપી હતી. સાથે સાથે ગુણવત્તા અને ગ્રાહકની સંભાળ,જેવઇ બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો. વર્કશોપમાં વિવિધ ઉદાહરણો થી વિદ્યાર્થીમાં વ્યાવસાયિક કુશળતા વિકસાવવાનો પ્રયત્ન થયો. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી અને ઇંટ્રેક્ટિવ સેશન દરમ્યાન વિદ્યાર્થીઓ જોડે પ્રેક્ટિકલ પ્રવૃતિઓ દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં 388 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ. રમાકાંત પૃષ્ટીના માર્ગદર્શન હેઠળ ઉપાંચાર્ય ડૉ. જયેશ તન્ના અને ડૉ. આશિષ ભૂવા અને તમામ દ્વિતીય અને તૃતીય વર્ષના અધ્યાપકો તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande