બેંગકોક, નવી દિલ્હી,2 જૂન (હિ.સ.)
થાઈલેન્ડ ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટ 2025 માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ આઠ મેડલ જીત્યા.
દીપક અને નમન તંવરે ગોલ્ડ મેડલ જીતીને, દેશને ગૌરવ અપાવ્યું.જ્યારે મહિલા
વર્ગમાં પણ ભારતીય બોક્સરોએ જોરદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં યોગદાન આપ્યું.
દીપક અને નમન તંવરે ગોલ્ડ મેડલ જીત્યો-
પુરુષોના 75 કિગ્રા વજન વર્ગમાં, દીપકે ઉઝબેકિસ્તાનના અબ્દુરખીમોવ જાવોખિરને 5-0 થી હરાવીને,
ગોલ્ડ મેડલ જીત્યો. દીપકે મેચની શરૂઆતમાં સંયમથી રમ્યો, પરંતુ પહેલા
રાઉન્ડની મધ્યથી તેણે નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું અને અંત સુધી સંપૂર્ણ રીતે
પ્રભુત્વ મેળવ્યું.
તે જ સમયે, 90 કિગ્રા ફાઇનલમાં, નમન તંવરે ચીનના હાન શુએઝેનને 4-1 થી હરાવ્યું.
નમન એ, આક્રમક શરૂઆત કરી અને પહેલા બે રાઉન્ડમાં લીડ
મેળવી. ચીની બોક્સરે, ત્રીજા રાઉન્ડમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, નમનએ પોતાના
અનુભવથી મેચને પોતાના પક્ષમાં રાખી.
કિરણને સિલ્વર, પાંચ મહિલા બોક્સરોને બ્રોન્ઝ
મહિલાઓની 80+ કિગ્રા શ્રેણીમાં, કિરણ એ, કઝાકિસ્તાનની
યેલદાના તાલિપોવા સામે 2-3 થી હારનો સામનો
કરવો પડ્યો અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.
આ ઉપરાંત, પાંચ ભારતીય મહિલા બોક્સરો - તમન્ના (51 કિગ્રા), પ્રિયા (57 કિગ્રા), સંજુ (60 કિગ્રા), સાનેહ (70 કિગ્રા) અને
લાલફકમાવી રાલ્તે (80 કિગ્રા) - એ
બ્રોન્ઝ મેડલ જીત્યા.
અંશુલ ગિલનો મેડલ વિવાદ, ગેરલાયક ઠરાવવામાં આવ્યો
90+ કિગ્રા શ્રેણીમાં
સેમિફાઇનલ જીતવા છતાં, ભારતીય બોક્સર
અંશુલ ગિલને મેડલ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. ઉઝબેકિસ્તાનના કોચે, મેચ પછી
કાર્યવાહીનો વિરોધ કર્યો અને ફરિયાદ બાદ અંશુલને ગેરલાયક ઠરાવવામાં આવ્યો.
ભારતનો વધતો આત્મવિશ્વાસ, આગામી લક્ષ્ય વર્લ્ડ બોક્સિંગ કપ છે
ભારતે આ ટુર્નામેન્ટમાં 19 સભ્યોની ટીમ ઉતારી હતી.જેમાંથી ઘણાએ
વર્લ્ડ કક્ષાના ખેલાડીઓને કઠિન સ્પર્ધા આપી હતી. અગાઉ, ભારતે બ્રાઝિલમાં
આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપમાં 1 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા હતા. હવે ભારતીય ટીમ જૂનના અંતમાં
કઝાકિસ્તાનમાં યોજાનાર, વર્લ્ડ બોક્સિંગ કપના બીજા તબક્કામાં ભાગ લેશે, જ્યારે આ વર્ષે
ફાઇનલ મેચો નવી દિલ્હીમાં યોજાશે.
આ પ્રદર્શનથી ભારતીય બોક્સિંગ ટીમનું મનોબળ વધ્યું છે અને
દેશ આગામી ટુર્નામેન્ટમાં વધુ મેડલની આશા રાખી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ