નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) તાજેતરમાં આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્ક્રીનિંગ યોજાયું હતું. સ્ક્રીનિંગમાં ઘણા બોલિવૂડ કલાકારો હાજર રહ્યા હતા. સલમાન અને શાહરુખ પણ પહોંચ્યા હતા. બંને સાથે આમિરની ખાસ મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્ક્રીનિંગ દરમિયાન આમિરની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટે ખાસ ધ્યાન ખેંચ્યું. આમિર ગૌરીનો હાથ પકડીને મીડિયાની સામે આવ્યો. બંનેએ કેમેરા સામે પોઝ આપ્યો. બાદમાં, આમિરના નાના પુત્ર આઝાદ પણ તેમની વચ્ચે ઉભા રહીને પોઝ આપતા જોવા મળ્યો.
આમિરે તેના 60મા જન્મદિવસ પર તેની ગર્લફ્રેન્ડનો પરિચય બધાને કરાવ્યો. તે 46 વર્ષીય ગૌરીને, 2 વર્ષથી ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં, આમિર તેની ભૂતપૂર્વ પત્નીઓ સાથે નહીં પરંતુ ગૌરી સાથે 'સિતારે જમીન પર'ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. તે તેનો હાથ પકડીને કેમેરા સામે આવ્યો હતો. ગૌરીએ લીલી સાડી પહેરી હતી, જેમાં તે સુંદર દેખાતી હતી. આમિર સફેદ ડ્રેસ કોડમાં હતો. બાદમાં, આમિરનો નાનો પુત્ર આઝાદ પણ આવ્યો. ત્રણેય કેમેરા સામે પોઝ આપ્યા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એટલું જ નહીં, શાહરૂખ ખાન અને સલમાન ખાન પણ તેમના મિત્રના સ્ક્રીનિંગ માટે પહોંચ્યા હતા. શાહરૂખે ફિલ્મના બાળકો સાથે ખૂબ મસ્તી કરી હતી. સલમાન સારા મૂડમાં પાપારાઝી સાથે વાત કરતો પણ જોવા મળ્યો હતો.
અભિનેત્રી રેખા, અભિનેતા વિકી કૌશલ, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, ફરાહ ખાન, તમન્ના ભાટિયા, હિમેશ રેશમિયાએ પણ 'સિતારે જમીન પર'ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આજથી આ ફિલ્મ દરેક જગ્યાએ રિલીઝ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ