નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) દેશના મોટાભાગના બુલિયન બજારોમાં રવિવારે 24 કેરેટ સોનું 1,00,750 થી 1,00,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની
રેન્જમાં, ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, આજે 22 કેરેટ સોનું 92,350 થી 92,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં વેચાઈ રહ્યું છે. સોનાની જેમ, ચાંદીના ભાવમાં
પણ આજે ઘટાડો થયો છે, જેના કારણે
દિલ્હી બુલિયન બજારમાં આ ચમકતી ધાતુ 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
સાપ્તાહિક ધોરણે, સોમવારથી શનિવાર સુધી, દેશના મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના
ભાવમાં 930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની
નબળાઈ નોંધાઈ છે. એ જ રીતે,
છેલ્લા એક
અઠવાડિયા દરમિયાન 22 કેરેટ સોનું પણ
પ્રતિ 10 ગ્રામ 850 રૂપિયા સસ્તું
થયું છે. સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે, ઘટાડો થયો છે, પરંતુ સોમવારથી
શનિવાર સુધીના વેપાર પછી ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે કોઈ ફેરફાર થયો નથી.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,00,900 રૂપિયાના ભાવે, ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો
ભાવ 10 ગ્રામ 92,500 રૂપિયાના દરે
નોંધાયો છે. તે જ સમયે, દેશની આર્થિક
રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું
પ્રતિ 10 ગ્રામ 1,00,750 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે
વેચાઈ રહ્યું છે. એ જ રીતે,
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો
છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 1,00,800 રૂપિયા અને 22 કેરેટ સોનાનો
ભાવ 92,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો
છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત,
આજે ચેન્નઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,750 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ
રહ્યું છે. કલકતામાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,00,750 રૂપિયા અને 22 કેરેટ સોનું 92,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે
વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ