-6 સપ્ટેમ્બરથી 2025 આવૃત્તિ શરૂ થશે
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ભારતીય ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલ અને શિખા
પાંડે ફરી એકવાર મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ (ડબ્લ્યુસીપીએલ) માં જોવા મળશે.
ટુર્નામેન્ટની 2025 આવૃત્તિ 6 સપ્ટેમ્બરથી શરૂ
થશે, જેની ફાઇનલ 17 સપ્ટેમ્બરે
ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
હાથના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહેલા શ્રેયંક પાટિલને, આ
વખતે બે વખતના ચેમ્પિયન બાર્બાડોસ રોયલ્સ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવ્યા છે, જેઓ 'થ્રી-પીટ' (સતત ત્રીજું
ટાઇટલ) મેળવવાની શોધમાં છે.
શ્રેયંકા એ, 2023 માં ગુયાના એમેઝોન વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.
બીજી બાજુ, અનુભવી બોલર શિખા પાંડેને, ગયા સિઝનના સફળ પ્રદર્શન બાદ
ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (ટીકેઆર) દ્વારા જાળવી રાખવામાં આવી છે.
રોયલ્સ મજબૂત કોર જાળવી રાખ્યો છે
હેલી મેથ્યુઝની આગેવાની હેઠળની, બાર્બાડોસ રોયલ્સે તેમના
મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે.જેમાં ચિનેલ
હેનરી, એફી ફ્લેચર અને
આલિયા એલનનો સમાવેશ થાય છે. ટીમમાં કાઈસિયા નાઈટ પણ પહેલીવાર તેની હોમ ફ્રેન્ચાઇઝી
માટે રમશે. વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જ્યોર્જિયા રેડમેન, શ્રીલંકાની ઓપનર ચામારી
અટાપટ્ટુ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કર્ટની વેબનો સમાવેશ થાય છે.
નાઈટ રાઈડર્સ યુવા અને અનુભવનું મિશ્રણ
2024 રનર્સ-અપ ત્રિનબાગો
નાઈટ રાઈડર્સનું નેતૃત્વ અનુભવી ડિએન્ડ્રા ડોટિન કરશે. ટીમમાં 21 વર્ષથી ઓછી
ઉંમરના યુવા ખેલાડીઓ જેમ કે, જહઝારા ક્લૈક્સટન, જાયદા જેમ્સ, જનીલા ગ્લાસગો અને સમારા રામનાથનો સમાવેશ થાય છે. તેમની
સાથે, શબિકા ગજનાબી, રશાદા વિલિયમ્સ
અને એબીગેલ બ્રાયસ અનુભવ લાવશે. ટીમમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેસ જોનાસનનું
પુનરાગમન થશે, અને આ વખતે
દક્ષિણ આફ્રિકાની વિસ્ફોટક બેટ્સમેન લિઝેલ લી પણ ડબ્લ્યુસીપીએલમાં ડેબ્યૂ કરશે.
યુવા લેગ-સ્પિનર સલોની ડાંગોરને પણ ટીમ દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવી છે.
સ્થાનિક સ્ટાર્સ પર, ગુયાનાની આશા
2025 આવૃત્તિનું
આયોજન કરી રહેલા ગુયાના એમેઝોન વોરિયર્સે સ્ટેફની ટેલર, કરિશ્મા રામહરક
અને શેરમેઈન કેમ્પબેલ જેવા અનુભવી સ્ટાર્સને જાળવી રાખ્યા છે. દક્ષિણ આફ્રિકાના
ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઇલ, સતત ત્રીજી સીઝન માટે ટીમમાં જોડાયા છે. ઓસ્ટ્રેલિયન
બેટ્સમેન લૌરા હેરિસ પણ ત્રીજી સીઝન માટે વાપસી કરશે.જ્યારે મેડલિન પેન્નાને
નવી લેગસ્પિનિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં ઉમેરવામાં આવી છે.
ટુર્નામેન્ટ ફોર્મેટ-
ત્રણ ટીમો - બાર્બાડોસ રોયલ્સ, ત્રિનબાગો નાઈટ
રાઇડર્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ - ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં બે વાર એકબીજા
સામે રમશે. ટોચની બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે, જે 17 સપ્ટેમ્બરે ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ