ડીઆરઆઈએ 7 લોકોની ધરપકડ કરી, 9 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું
મુંબઈ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ, દક્ષિણ મુંબઈમાં સોનું પીગળાવતા સાત લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 8.93 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઈના સૂત્રોએ મંગળવારે જ
ડીઆરઆઈએ 7 લોકોની ધરપકડ કરી, 9 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું


મુંબઈ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.)

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ, દક્ષિણ મુંબઈમાં સોનું પીગળાવતા સાત લોકોની ધરપકડ કરી છે

અને તેમની પાસેથી 8.93 કરોડ રૂપિયાનું

સોનું જપ્ત કર્યું છે.

ડીઆરઆઈના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે,” કેન્દ્રીય

એજન્સીને દુબઈથી ભારતમાં દાણચોરી કરીને, સોનું પીગળાવવાની ગુપ્ત માહિતી મળી હતી. આ

અંગે, ડીઆરઆઈની ટીમે રવિવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં

ઓપરેશન અલ્કેમિસ્ટ કોડનેમ હેઠળ, કાર્યવાહી શરૂ કરી અને મસ્જિદ બંદર

વિસ્તારમાં બે લોકોને પકડ્યા. તેમના કબજામાંથી બારના રૂપમાં 8.74 કિલો સોનું જપ્ત

કરવામાં આવ્યું. બંનેની પૂછપરછ કર્યા પછી, ડીઆરઆઈની ટીમે સોમવારે, તે

જ વિસ્તારમાં દાણચોરી કરીને પીગળવતા બે લોકોની રંગેહાથ ધરપકડ કરી.”

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, “બંને રવિવારે

મુંબઈ એરપોર્ટ પર 18 ઇંડા આકારના

સોનાના કેપ્સ્યુલ પીગળી રહ્યા હતા. ત્યારબાદ, સોમવારે મોડી રાત્રે દાણચોરી કરીને પીગળાવતા કેપ્સ્યુલ

એકત્રિત કરવામાં સામેલ, બે વધુ વ્યક્તિઓ અને પીગળવાની કામગીરીનું સંચાલન કરનાર એક

મુખ્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આમ, આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને

કાર્યવાહી દરમિયાન 8.93 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. વધુ તપાસ

ચાલુ છે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande