ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ઈરાન સાથે વાતચીત કરશે
હેગ (નેધરલેન્ડ), નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ આવતા અઠવાડિયે ઈરાન સાથે વાતચીત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું નથી કે, વાટાઘાટોનું સ્વરૂપ શું હશ
ડોનાલ્ડ ટ્રમ્પ


હેગ (નેધરલેન્ડ), નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.). ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ આવતા અઠવાડિયે ઈરાન સાથે વાતચીત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું નથી કે, વાટાઘાટોનું સ્વરૂપ શું હશે. તેમણે કહ્યું કે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ પછી પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારના સમાચાર મુજબ, ટ્રમ્પે ગઈકાલે હેગમાં નાટો શિખર સંમેલનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડી દેવા માટે તૈયાર છે. તેથી હવે વાત કરવામાં કોઈ નુકસાન નથી. અને આ પણ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બીજા દિવસમાં પ્રવેશી ગયો છે. હવે બંને દેશો તરફથી કોઈ ખરાબ સમાચાર આવી રહ્યા નથી.

ટ્રમ્પે કહ્યું કે, જો અમેરિકાએ ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કર્યો હોત, તો તે કદાચ આ કરાર માટે તૈયાર ન હોત. આ દરમિયાન, ટ્રમ્પે મંગળવારે જાહેર કરાયેલા પ્રારંભિક યુએસ ગુપ્તચર અહેવાલના તારણોની પણ તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાનના પરમાણુ સુવિધાઓ પર અમેરિકી હુમલાઓએ દેશની મહત્વાકાંક્ષાઓને થોડા મહિના પાછળ ધકેલી દીધી છે. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે, હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને બરબાદ કરી દીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande