અમિત શાહે, ભારતને પ્રતિષ્ઠિત 2029 ડબ્લ્યુપીએફજીનું આયોજન મળવા બદલ ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતને પ્રતિષ્ઠિત 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ (ડબ્લ્યુપીએફજી)નું આયોજન મળવા બદલ ખુશી વ્યક્ત કરી, તેને દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ ગણાવી. અમિત શાહે શુક્રવારે સ
ેપોપ


નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતને

પ્રતિષ્ઠિત 2029 વર્લ્ડ પોલીસ

એન્ડ ફાયર ગેમ્સ (ડબ્લ્યુપીએફજી)નું આયોજન મળવા બદલ ખુશી વ્યક્ત કરી, તેને દરેક નાગરિક

માટે ગર્વની ક્ષણ ગણાવી.

અમિત શાહે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે,ઠ તે દરેક નાગરિક માટે ખૂબ જ

ગર્વની ક્ષણ છે, કારણ કે ભારતને

પ્રતિષ્ઠિત 2029 વર્લ્ડ પોલીસ

એન્ડ ફાયર ગેમ્સ માટે યજમાન દેશ તરીકે નામ આપવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે,”

ભારતને આ રમતોનું આયોજન મળવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં

વ્યાપક રમતગમત માળખાના નિર્માણની વૈશ્વિક માન્યતા દર્શાવે છે.”

શાહે કહ્યું કે,” આ રમતો માટે અમદાવાદની પસંદગી, જેમાં પોલીસ, ફાયર અને

ડિઝાસ્ટર સર્વિસીસ 50 થી વધુ રમતોમાં

ભાગ લેશે, તે રમતગમત સ્થળ

તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાનો પુરાવો છે.”

ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રતિષ્ઠિત 2029 વર્લ્ડ પોલીસ

એન્ડ ફાયર ગેમ્સ (ડબ્લ્યુપીએફજી)નું આયોજન કરવાની બિડ જીતી લીધી છે. આ કાર્યક્રમ ગુજરાતમાં

અમદાવાદ, ગાંધીનગર અને

એકતા નગરમાં યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande