નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) સ્થાનિક બુલિયન બજારમાં ઘટાડો ચાલુ છે. આજે સતત પાંચમા દિવસે સોનું મોટા ઘટાડાનો શિકાર બન્યું. સોનાનો ભાવમાં આજે 850 રૂપિયા થી 930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો. તેવી જ રીતે, ચાંદીનો ભાવ પણ આજે પ્રતિ કિલોગ્રામ 1 હજાર રૂપિયા સસ્તો થયો છે. ભાવમાં નબળાઈને કારણે, આજે દેશના મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનું 98,020 રૂપિયાથી 98,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનું આજે 89,850 રૂપિયાથી 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. સોનાની જેમ, ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે, આ ચમકતી ધાતુ આજે દિલ્હી બુલિયન બજારમાં 1,07,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે રહી છે.
દિલ્હીમાં આજે, 24 કેરેટ સોનું 98,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે. તે જ સમયે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 89,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 98,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે. આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં, આજે 24 કેરેટ સોનું 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 89,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. કલકતામાં પણ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 98,020 રૂપિયા અને 22 કેરેટ સોનું 89,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
લખનૌના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 98,170 રૂપિયા અને 22 કેરેટ સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. પટનામાં, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 98,070 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 89,900 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જયપુરમાં, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 98,170 રૂપિયા અને 22 કેરેટ સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ, કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં, આજે સોનું સસ્તું થયું છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, આ ત્રણ શહેરોના બુલિયન બજારોમાં, 22 કેરેટ સોનું 89,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ