ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડર ઇસા અલ-ઇસાને, માર્યાનો દાવો કર્યો
તેલ અવીવ, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) હમાસ સાથેના સંઘર્ષમાં ઇઝરાયલને નોંધપાત્ર સફળતા મળી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ દાવો કર્યો છે કે,” તેણે હમાસની લશ્કરી પાંખના સ્થાપકોમાંના એક, હખામ મુહમ્મદ ઇસા અલ-ઇસાને મારી નાખ્ય
ઈરાન


તેલ અવીવ, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.)

હમાસ સાથેના સંઘર્ષમાં ઇઝરાયલને નોંધપાત્ર સફળતા મળી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) એ દાવો કર્યો છે

કે,” તેણે હમાસની લશ્કરી પાંખના સ્થાપકોમાંના એક, હખામ મુહમ્મદ ઇસા અલ-ઇસાને મારી

નાખ્યો છે.” અલ-ઇસાને 7 ઓક્ટોબરના રોજ

ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

આઈડીએફએ શનિવારે મોડી રાત્રે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર આ માહિતી આપી

હતી અને કહ્યું હતું કે,” તેણે હખામ મુહમ્મદ ઇસા અલ-ઇસાને મારી નાખ્યો છે.” આઈડીએફના

અનુસાર, અલ-ઇસાએ હમાસની

લશ્કરી પાંખનો સ્થાપક હતો. જેણે હમાસની તાકાત વધારવા, તાલીમ આપવા અને 7 ઓક્ટોબરના નરસંહારની

યોજના બનાવી હતી.”

ઇઝરાયલે પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે અને કહ્યું છે કે,”

તે 7 ઓક્ટોબરના

હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા માટે એક વ્યૂહરચના પર કામ કરી

રહ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande