દહેરાદુન, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.). ઉત્તરકાશી જિલ્લાના સલાઈ બૈન્ડ પાલીગાડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી નવ કામદારો ગુમ થયા છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળ કામગીરીમાં રોકાયેલી છે.
ગુમ થયેલા કામદારોની યાદી
પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મોટાભાગના ગુમ થયેલા કામદારો નેપાળના રહેવાસી હોવાનું કહેવાય છે:- 1. દુજેલાલ, ઉંમર 55 વર્ષ 2. કેવલ થાપા, ઉંમર 43 વર્ષ 3. રોશન ચૌધરી, ઉંમર 40 વર્ષ 4. વિમલા ધામી, ઉંમર 36 વર્ષ 5. કલ્લુરામ ચૌધરી, ઉંમર 55 વર્ષ 6. બોબી, ઉંમર 38 વર્ષ 7. છોટુ, ઉંમર 22 વર્ષ 8. પ્રિયાંશ, ઉંમર 20 વર્ષ 9. મનીષ ધામી, ઉંમર 40 વર્ષ
જિલ્લા મેજિસ્ટ્રેટ ઉત્તરકાશી પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા કામદારો માટે શોધ કામગીરી ચાલી રહી છે. તેમણે સંબંધિત વિભાગોને ભૂસ્ખલન અને વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા પણ નિર્દેશ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ