નવી દિલ્હી, 3 જૂન (હિ.સ.) રાજકુમાર રાવ હાલમાં તેમની તાજેતરની રિલીઝ થયેલી 'ભૂલ ચૂક માફ'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. કરણ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. હવે રાજકુમાર ફરી એકવાર પુલકિત દ્વારા દિગ્દર્શિત તેમની આગામી ફિલ્મ 'માલિક' સાથે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ થયું છે.
રાજકુમાર રાવ, હવે મોટા પડદા પર એક નવા અને ખતરનાક અંદાજમાં જોવા મળશે. તે તેમની આગામી ફિલ્મ 'માલિક'માં એક ભયાનક ગેંગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે, જે દર્શકોને તેમનું અત્યાર સુધીનું સૌથી અદ્રશ્ય અને તીવ્ર સ્વરૂપ બતાવવા જઈ રહી છે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન પુલકિત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ટિપ્સ ફિલ્મ્સના બેનર હેઠળ કુમાર તૌરાની દ્વારા બનાવવામાં આવી રહી છે.
'માલિક' 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર 3 મેના રોજ બપોરે 2 વાગ્યે રિલીઝ થશે. મોશન પોસ્ટરમાં રાજકુમારના લોહીથી લથપથ, ભયાનક દેખાવે દર્શકોમાં પહેલેથી જ હલચલ મચાવી દીધી છે અને હવે ટીઝરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ