પાટણ, 30 જૂન (હિ.સ.)યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ 30 જૂન 2025 ને સોમવાર ના રોજ મુદ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રાથમિક ના બાળકો એ ભાગ લીધો હતો જેમાં બાળકોએ માટી ના વાસણો , રમકડાં જેવી અલગ અલગ વસ્તુઓ બનાવી હતી અને માટીમાં રમ્યા હતા . આ કાર્યક્રમ માં નર્સરી થી લઈને બાલવાટિકા સુધીના બાળકો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કરવાનો હેતુ એજ હતો કે આપણા બાળકો બહાર જઈને માટી માં રમવાનું ભૂલી ગયા છે આ યાદ કરવાનો હતો અને બાળકોને પ્રકૃતિ થી જોડવાનો હતો
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર