નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) અભિનેત્રી કાજોલની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'માં'માં, તેના જોરદાર
અભિનય માટે પ્રશંસા થઈ રહી છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નથી. દરમિયાન, કાજોલની આગામી
ફિલ્મ 'સરજમીન' સાથે, અભિનેતા બોમન
ઈરાનીનો પુત્ર કયોજ ઈરાની, દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
ફરી એકવાર 'સરજમીન'ને લઈને કાજોલના
ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હવે કાજોલની નવી ફિલ્મ 'સરજમીન' વિશે વધુ એક મોટી માહિતી બહાર આવી છે. આ ફિલ્મમાં તેની સાથે
સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પૃથ્વીરાજ
સુકુમારન પણ આ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ફિલ્મ 'સરજમીન' 25 જુલાઈના રોજ ઓટીટીપ્લેટફોર્મ જીઓ હોટ સ્ટાર પર રિલીઝ થવા જઈ
રહી છે. તેનો પહેલો વીડિયો પણ રિલીઝ થઈ ગયો છે, જેમાં ઇબ્રાહિમ અને પૃથ્વીરાજ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા
મળી રહ્યો છે. આ ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્મિત છે અને કયોજ ઈરાની દિગ્દર્શક
તરીકેની પહેલી ફિલ્મ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ