વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.
ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદર ચોપાટી ખાતે બીચ ક્લીનિંગ અભિયાન યોજયું.


પોરબંદર, 4 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ-2025 ની ઉજવણીના ભાગરૂપે, *“એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન”* થીમ આધારે પોરબંદર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદર, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર તથા ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 4 જૂન 2025 ના રોજ સવારે 6:30 કલાકે પોરબંદર ચોપાટી ખાતે આ બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપલક્ષે પોરબંદરના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનના રોજ આવી રહ્યો છે તેના અભિયાન સ્વરૂપે 22 મે થી 5 જૂન સુધીનું અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાનના અંતર્ગત પોરબંદર ચોપાટી બીચ ખાતે બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવેલ હતું.વધુમાં તેમણે પોરબંદર શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટે સૌ સાથે મળીને અભિયાન ચલાવીને પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ તેવી અપીલ કરી હતી.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રિજનલ ઓફિસર આર.વી. ચૌહાણે જણાવ્યું હતું કે, પોરબંદર ચોપાટી વિસ્તારમાં આશરે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 200 થી 250 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લઈને ચોપાટી બીચ પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો અને તેને રિસાયકલિંગ માટે મોકલવાની કામગીરી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આ અભિયાનમાં એકત્રિત કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ માટે મોકલવામાં આવશે, તેમજ બીચ ક્લિનિંગ દ્વારા પોરબંદર ચોપાટીને સ્વચ્છ બનાવીને *“પ્લાસ્ટિક મુક્ત પોરબંદર”* તરફના પ્રયત્નોને ગતિ આપી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને મહત્વપૂર્ણ સંદેશ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો.આ સફાઇ ઝુંબેશમાં પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદરના રિજનલ ઓફિસર આર.વી. ચૌહાણ, તેમજ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સાથે જ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, હાથી સિમેન્ટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ અને સૌરાષ્ટ્ર કેમિકલના કર્મચારીઓ ,સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

અંતે, આ કાર્યક્રમ દ્વારા પોરબંદરના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જવાબદારી સમજાવી, સ્વચ્છતા અને ટકાઉ વિકાસ તરફ પહેલ કરવા પ્રેરણા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande