પોરબંદર, 4 જૂન (હિ.સ.)
પોરબંદરના બગવદર ગામે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સોઢાણા ગામનો એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.પોરબંદરના છાયા રતનપર વિસ્તારમાં રામદેવપીરના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 4 જૂનના રોજ વહેલી સવારે રામદેવપીરનો મંડપ ખડો થયો હતો. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ મંડપ મહોત્સવમાં સોઢાણા ગામનો યુવાન મુરુ કારાવદરા પણ આજે આવ્યો હતો. મંડપ મહોત્સવમાંથી પરત ફરતી વખતે તેમના બાઈકનું બગવદર પાસે અકસ્માત થયો હતો. સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ મુરુ કારાવદરાના જણાવ્યા મુજવ બગવદર નેજા હોસ્પિટલ પાસે મુરૃભાઈનો બાઈકનું અન્ય બાઈક સાથે અકસ્માત થયું હતું ત્યાર બાદ તેને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર સરકારી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya