પાટણમાં નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો
પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હારીજ તાલુકાના માંસા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. માહિતી મુજબ, આ માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પસાર થવાની હતી. બાતમીના આધારે જ્યારે પોલીસે સ્વ
પાટણમાં નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો


પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હારીજ તાલુકાના માંસા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. માહિતી મુજબ, આ માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પસાર થવાની હતી.

બાતમીના આધારે જ્યારે પોલીસે સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચાલક અંધારાનો લાભ લઇ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. કારની તલાશી કરતાં અંદરથી વિદેશી દારૂની ૬૪૮ બોટલ અને ટીન મળ્યા હતા, જેના કિંમત રૂ. ૧,૭૨,૫૫૧ થાય છે. સ્વિફ્ટ કારની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦ હોવાથી કુલ રૂ. ૪,૨૨,૫૫૧નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પાટણ એલસીબીના પીઆઇ રાકેશ ઉનાગરની ટીમે હારીજ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande