ગ્રામ પંચાયત ચૂંટણી માટે, મહત્વપૂર્ણ જાહેરનામું
પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણી 22 જૂન 2025ના રોજ યોજાવાની છે અને મતગણતરી, 25 જૂન 2025ના રોજ થશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે
ગ્રામ પંચાયત ચૂંટણી માટે મહત્વપૂર્ણ જાહેરનામું


પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણી 22 જૂન 2025ના રોજ યોજાવાની છે અને મતગણતરી, 25 જૂન 2025ના રોજ થશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર, ચૂંટણીના પ્રચાર માટે વપરાતા તમામ વાહનો માટે ચૂંટણી અધિકારી પાસેથી પરમીટ લેવું ફરજિયાત રહેશે. વાહનના વિન્ડસ્ક્રીન પર પરમીટની અસલ નકલ સ્પષ્ટ રીતે લગાવવી પડશે, ફોટોકોપી માન્ય નહિ હોય. ઉપરાંત, વાહનમાં કોઈપણ વધારાની એસેસરીઝ લગાવવામાં આવી હોય તો તેની માટે RTO પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. આ નિયમો તમામ યાંત્રિક અથવા અન્ય રીતે ચાલતા વાહનો પર લાગુ પડશે.

નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ગ્રામ પંચાયત આચારસંહિતા નોડલ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande