જૂનાગઢ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી અન્વયે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
જૂનાગઢ, 4 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી હેઠળના ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ મતદારોને તેમના મતદારયાદી તથા મતદાન મથકની વિગત સરળતાથી મળી રહે
જૂનાગઢ જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી અન્વયે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી


જૂનાગઢ, 4 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી હેઠળના ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે.

ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ મતદારોને તેમના મતદારયાદી તથા મતદાન મથકની વિગત સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે. આ હેલ્પલાઇન તમામ નાગરિકો માટે ઉપલબ્ધ છે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande