Gujarat, 4 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિની સાથે પ્રકૃતિ- પર્યાવરણના રક્ષણનાં સંદેશ આપવામાં આવશે.
ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સવારે ૯ કલાકે ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ સાથે સવિશેષ ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ફળાવ અને છાયાદાર રોપાનું વિતરણ કરવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમમાં પધારનાર મહાનુભાવોનું પણ રોપા દ્વારા સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકારશ્રીઓ સાજિંદા સાથે મતદાન જાગૃતિના ગીત રજૂ કરવામાં આવશે. ઉપરાંત મતદાન જાગૃતિ માટેનું નાટક પણ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સિટીઝન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ