વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, વોકાથોનથી લઈ સફાઈ સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન.
વોકાથોનથી લઈ સફાઈ સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, વોકાથોનથી લઈ સફાઈ સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન.


પોરબંદર, 4 જૂન (હિ.સ.) જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન, 2025) નિમિત્તે વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન હેઠળ તા. 05-06-2025 ના રોજ સવારે 07:00 કલાકે ધી દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ, પોરબંદરથી વોકાથોનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 08:00 કલાકે ત્યાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સવારે 09:00 કલાકે સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

આ વિવિધ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અંગે લોકજાગૃતી ફેલાવવાનો છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર તરફથી પર્યાવરણપ્રેમી પોરબંદરવાસીઓને આ કાર્યક્રમોમાં ઉમંગપૂર્વક જોડાવવા આમંત્રણ આપવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande