બકરી ઈદને અનુલક્ષીને કાકોશી પો.સ્ટે. પર શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ
પાટણ, 4 જૂન (હિ.સ.) આજરોજ બકરી ઈદના તહેવારના સંદર્ભે કાકોશી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં પોલીસ અધિક્ષક સિદ્ધપુર અને હિન્દુ-મુસ્લિમ સમાજના કુલ ૪૬ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગમાં તહેવાર દરમિયાન કોમ
બકરી ઈદને અનુલક્ષીને કાકોશી પો.સ્ટે. પર શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ


બકરી ઈદને અનુલક્ષીને કાકોશી પો.સ્ટે. પર શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ


બકરી ઈદને અનુલક્ષીને કાકોશી પો.સ્ટે. પર શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ


પાટણ, 4 જૂન (હિ.સ.)

આજરોજ બકરી ઈદના તહેવારના સંદર્ભે કાકોશી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં પોલીસ અધિક્ષક સિદ્ધપુર અને હિન્દુ-મુસ્લિમ સમાજના કુલ ૪૬ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મિટીંગમાં તહેવાર દરમિયાન કોમી એકતા જળવાઈ રહે, શાંતિપૂર્ણ વાતાવરણ રહે અને તહેવાર સૌહાર્દપૂર્વક ઉજવાય તેવા સૂચનો આપવામાં આવ્યા હતા. હિન્દુ-મુસ્લિમ આગેવાનો વચ્ચે સૌહાર્દ અને સહકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

પાટણના મે.પો.અધિ.સાહેબની સુચના મુજબ કાકોશી ટાઉન વિસ્તારમાં ૨૫ જેટલા પોલીસ કર્મચારીઓની સાથે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેથી લોકશાંતિ જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્વક ઉજવાય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande