અરજદારનું રસ્તામાં પડી ગયેલું પર્સ નેત્રમ કમાન્ડ દ્વારા શોધી અપાયું
પડી ગયેલું પર્સ નેત્રમ કમાન્ડ દ્વારા શોધી અપાયું
અરજદારનું રસ્તામાં પડી ગયેલું પર્સ નેત્રમ કમાન્ડ દ્વારા શોધી અપાયું


પોરબંદર, 4 જૂન (હિ.સ.) ગત તા.03/06/2025 ના રોજ બપોરના ક.13:50 દરમિયાન અરજદાર તૃષ્ણાાબેન મહેશભાઇ મોનાણી રે.રાજીવનગર, પોરબંદર વાળી તેમના પિતા સાથે સુતારવાડા થી રાજીવનગર તેમના ઘરે જતા હતા ત્યારે તેમનુ પર્સ જેમાં તેમના અગત્યના ઓરીઝનલ ડોકયુમેન્ટ આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ વિગેરે તથા આશરે રૂ.300/- પર્સમાં રાખેલ હોય અને પર્સ સ્કુટરમાં આગળના ભાગે રાખેલ હોય અને કાવેરી હોટલથી નરસંગ ટેકરી સુધીના રસ્તામાં પડી જઇ ગુમ થયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર રૂબરૂ આવી નેત્રમ ઇન્ચાર્જને જાણ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ પર્સ શોધવા માટે સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા અરજદાર જે રૂટ ઉપરથી પસાર થયેલ જેમાં કલીનો પુલ, વગેરે VISWAS PROJECT ના સીસીટીવી ચેક કરતા અરજદારના સ્કુટર માંથી પર્સ કલીના પુલ ઉપર પડી ગયેલ નુ જોવા મળ્યું હતું. થોડી વાર પછી એક ઠાઠા રીક્ષામાંથી એક બહેન ઉતરી તે પર્સ રોડ પરથી લેતા જોવામાં આવે છે. તે રીક્ષાના રજી. નં. GJ10V3137 હોય જે વાહન ચાલક આકાશભાઇ ડાભીનો સંપર્ક કરતા તેની રીક્ષામાં બેસેલ હંસાબેન દેવશીભાઇ મકવાણાએ પર્સ લીધેલ હોય અને તે ડોકયુમેન્ટ માં બતાવેલ નંબર પર સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી રીક્ષા ચાલક તથા હંસાબેન દેવશીભાઇ મકવાણાને નેત્રમ ખાતે રૂબરૂ બોલાવી અરજદાર પાસે તેનુ પર્સ ચેક કરાવડાવી હંસાબેને પોતાના હસ્તે અરજદારને પરત કરેલ જે બાબતે અરજદાર દ્વારા નેત્રમ તેમજ રીક્ષા ચાલક તથા હંસાબેન દેવશીભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande