પાટણ, 4 જૂન (હિ.સ.)સાંતલપુર તાલુકામાં સાદપુરા જૂથ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે. આ તાલુકાની પ્રથમ સમરસ પંચાયત બનવાનો મોખરાપણો સાદપુરા ગામે મેળવ્યો છે. સાદપુરા અને જોરાવરગઢ ગામના રહીશોએ પરસ્પર સહમતિથી ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો નિર્ણય લીધો છે.
ગામના ભવિષ્યના વિકાસ અને ભાઈચારા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ભરવાડ ભીખીબેન વાલાભાઈને મહિલા સરપંચ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. સમગ્ર ગામજનોના સહયોગથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલથી ગામમાં એકતા વધશે, વિકાસના કાર્યોને નવો વેગ મળશે અને સમરસતાનો સુંદર ઉદાહરણ સ્થાપિત થશે તેવી ગામજનોએ આશા વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર