પોરબંદર, 4 જૂન (હિ.સ.)
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવમાં આવી હતી જેમાં પોરબંદર પાલિકાના કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર(પ્રોજેકટ)ની સૂચના થી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તથા જુદા જુદા વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેકટરો દ્વારા મે 2025 ના મહિના દરમિયાન પ્લાસ્ટિકની એજસી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતાં 120 માઈક્રોનથી ઓછી માઈકોન વાળી બેગ (ઝબલા) ગ્રાહકને વેચતા હોય. તેવા-73 વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂ. 19,700/- વસૂલ કરી પ્રતિબંધિત 563/- કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યા હતા તથા જાહેરમાં ઘાસ તથા જાહેરમાં ગંદકી કરનાર ટોટલ -55 લોકોને રૂ. 18,780/- નો દંડ કરવામાં આવેલ છે. વધુમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા હંમેશા કચરાને ડસ્ટબિનમાં એકઠો કરી મહાનગરપાલિકાની ડોર ટુ ડોર વાહનમાં નાખવા જાણ કરવામાં આવે છે. અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 10પ/- થી લઈ રૂ. 5000/-સુધીનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાંયા તથા નરસંગ ટેકરી, આંબેડકર નગર, ખાખચોક, ઠક્કર પ્લોટ, ગધાઈવાડો, સુભાષનગર, બોખીરા, જયુબેલી, મેમણવાડ, સુતારવાડો, વનાણા, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ 103સ્ટ્રીટ લાઇટોનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું તેમજ વોટર વકર્સ વિભાગ દ્વારા આજ રોજ વોર્ડ નં 1થી 13 માં સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રઘુવંશી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ મીરાનગર, રઘુવંશી અને રમણપાર્ક વાલ્વ રીપેરીંગની કરાવવામાં આવેલ છે. તથા ગાર્ડન વિભાગ દ્વારા રૂપાળીબાગ, કમલા નેહરૂ પાર્ક, રાણીબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ લીમડા ચોક વિસ્તારમાં વૃક્ષની નડતર ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya