પાટણ, 5 જૂન (હિ.સ.)પાટણ તાલુકાના ખીમિયાણા અને મણુંદ ગામમાં નવા રોડ નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. બંને ગામોમાં રૂ. 80-80 લાખના ખર્ચે નવી રોડ વ્યવસ્થા રચાશે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યો હતો.
કાર્યક્રમમાં વિશેષ રૂપે રાજકોટ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન સમારંભમાં ડેલીગેટના સંદીપભાઈ પટેલ, સોહનભાઈ પટેલ, પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર, જીગ્નેશ પટેલ, જીમીત પટેલ, જીતુભાઈ પટેલ, દીક્ષિત પટેલ, ભરતભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર