પાટણ પોલીસનું પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અભિયાન
પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના પાલડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક (મુખ્
પાટણ પોલીસનું પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અભિયાન


પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના પાલડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક), SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક સહિત અનેક પોલીસ અધિકારીઓ અને સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક સહિત તમામ અધિકારીઓએ જાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ અધિક્ષકે રોપાયેલા વૃક્ષોની યોગ્ય જાળવણી અને ઉછેર માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે ચાલુ ચોમાસા દરમિયાન વધુમાં વધુ ખુલ્લી જમીનમાં વૃક્ષો વાવવા માટે પણ ખાસ આગ્રહ વ્યક્ત કર્યો હતો.

પોલીસ અધિક્ષકે પર્યાવરણ રક્ષણ માટે તમામ પોલીસ કર્મચારીઓને સક્રિય યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો દ્વારા પોલીસ વિભાગ પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની જવાબદારી અને પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande