પોરબંદર, 5 જૂન (હિ.સ.)
પોરબંદરના ભાવપરા ગામે આવળ માતાજીના મંદિરની દાનપેટી માંથી રોકડ રકમની ચોરી થયા નું સામે આવતા પોલીસે ચોરી કરનાર એક આરોપીને કોડીનાર ખાતે થી ઝડપી પાડ્યો હતો.તો હજુ 3 આરોપી ની શોધખોળ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ગત તારીખ 26 મે ના રોજ બરડા પંથકના ભાવપરા ગામે આવેલ આવળ માતાજીના મંદિરની દાનપેટી માંથી રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી.ફરિયાદના આધારે પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ની શોધખોળ માટે અંદાજે 25 જેટલા સી.સી.ટી.વી ફૂટેજ તપાસ્યા હતા.
તે દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને ચોરી કરનાર એક શખ્સ કોડીનાર હોવાની બાતમી મળતા.પોલીસે કોડીનાર બાયપાસ 512 કવાર્ટર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા અજય જીજાભાઈ સોલંકી નામના શખ્સ ઝડપી પાડ્યો હતો.અજય સોલંકીની પૂછપરછ કરતા મંદિર માં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.ચોરી કરનાર શખ્સની અંગજડતી કરતા પોલીસને મોબાઈલ ફોન મળી આવ્યો હતો.સાથો સાથ ચોરી કરવામાં ઉપયોગ કરેલ મોટરસાઇકલ સહિત કુલ 64,110 નો મુદામાલ કબ્જે કર્યો હતો. ચોરીમાં સંડોવાયેલા રાહુલ જીજાભાઈ સોલંકી,ઘેલા દિલીપભાઈ સોલંકી,કનુ ભીખાભાઇ ભાલીયા નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી અજય સોલંકી વિરુદ્ધ ગિરસોમનાથ અને અમરેલી જિલ્લા માં પ્રોહીબિશન, જુગાર અને ચોરીના વિવિધ નવ ગુન્હા નોંધાયેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya