પોરબંદર, 5 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ - 2025 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાણાવાવ નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા લોકો પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ન કરે તે માટેની જાગૃતિના સહિતનાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક સહિતની કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya