પોરબંદર, 5 જૂન (હિ.સ.)
એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા 29 બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે બેઝીકસ ઓફ મેકીંગ જયુટ પ્રોડકટસની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી શ્રીમતી વિલાસબેન શિયાલ, મહુવાએ બેઝીકસ ઓફ મેકીંગ જયુટ પ્રોડકટસની તાલીમ આપી હતી. અને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ થતા સર્ટીફીકેટ આપવા માટે એસ.બી.આઈ. આરસેટી – પોરબંદરના ફેકલ્ટી કુલદીપસિંહ પ્રવિણસિંહ વાઢેર તથા આરસેટીનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya