પારિવારિક ત્રાસથી કંટાળી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ
પાટણ, 5 જૂન (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામની એક પરિણીતાએ પારિવારિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ ઘઉંમાં નાખવાની બે મોટી ગોળીઓ અને અન્ય દવાઓ એકસાથે ગળી લીધી હતી. હાલ તેણીની સ્થિતિ ગંભીર હોવાને કારણે સારવાર માટે સિદ્ધપુર સિ
પારિવારિક ત્રાસથી કંટાળી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ


પાટણ, 5 જૂન (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામની એક પરિણીતાએ પારિવારિક ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ ઘઉંમાં નાખવાની બે મોટી ગોળીઓ અને અન્ય દવાઓ એકસાથે ગળી લીધી હતી. હાલ તેણીની સ્થિતિ ગંભીર હોવાને કારણે સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મહિલાના પ્રથમ લગ્ન અમદાવાદના યુવક સાથે થયા હતા, જેમને માંથી તેણીને 7 વર્ષનો એક પુત્ર છે. છૂટાછેડા લીધા બાદ તેણીએ 9 વર્ષ પહેલાં અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કર્યું હતું, અને આ લગ્નમાંથી પણ 7 વર્ષનો પુત્ર છે.

મહિલાના જણાવ્યા મુજબ, બીજા લગ્ન બાદ સાસરિયાઓ સતત મારઝૂડ કરતા હતા અને પહેલા લગ્નના તાનાઓ આપવામાં આવતા હતા. આ તમામ ત્રાસને લીધે અંતે મહિલાએ દવાઓ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande