રાણાવાવમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ.
મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ.

પોરબંદર, 5 જૂન (હિ.સ.)

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાણાવાવ નગરપાલિકા દ્વારા ‘અમૃત મિત્ર’ યોજના હેઠળ એક આગવી પહેલ તરીકે ‘વુમન ફોર ટ્રી’ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વિશિષ્ટ કાર્યક્રમ અંતર્ગત રાણાવાવ નગરપાલિકા ગાર્ડન ખાતે મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરીને વૃક્ષારોપણના કાર્યમાં સહભાગી બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓએ વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન ભુતિયા, ઉપપ્રમુખ શ્રીમતી રમાબેન પીપરોતર, તેમજ યુ.એલ.બી. કાઉન્સિલર સર્વ શીલાબેન કારાવદરા, યાસ્મીનબેન પોપટિયા અને મિલનભાઈ પુરોહિતે વિશેષ હાજરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya

 rajesh pande