ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 07 જૂન (હિ.સ.)
પાકિસ્તાનના ભૂતપૂર્વ સેનેટર અબ્બાસ આફ્રિદીનું આજે સીએમએચ ખારિયન બર્ન સેન્ટરમાં
અવસાન થયું. શુક્રવારે કોહાટના આઝમ બાગમાં ગેસ લીકેજ વિસ્ફોટમાં, તેઓ ઘાયલ થયા
હતા. પોલીસે તેમને બર્ન સેન્ટરમાં દાખલ કર્યા હતા.
ધ નેશન અખબારના સમાચાર મુજબ, “સ્વર્ગસ્થ અબ્બાસ આફ્રિદીની અંતિમયાત્રા
કોહાટના બાબરી બંદા ખાતે અદા કરવામાં આવશે.” આફ્રિદી માર્ચ 2009માં સ્વતંત્ર
ઉમેદવાર તરીકે પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાયા હતા. તેમણે 19 માર્ચ, 2014ના રોજ કાપડ
ઉદ્યોગના ફેડરલ મંત્રી તરીકે શપથ લીધા હતા. 2018માં,
તેમણે પાકિસ્તાન
મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) ના ઉમેદવાર તરીકે એનએ-32 કોહાટથી ચૂંટણી લડી હતી. તેઓ ચૂંટણી હારી ગયા
હતા.
તેમને 44,154 મત મળ્યા હતા અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના, ઉમેદવાર
શહરયાર આફ્રિદી સામે તેમનો પરાજય થયો હતો. તેમણે 2024ની સામાન્ય ચૂંટણી એનએ-35 કોહાટથી પીએમએલ
(એન)ના ઉમેદવાર તરીકે પણ લડી હતી. તેઓ આ ચૂંટણી પણ હારી ગયા હતા. દેશના રાજકારણીઓએ
ભૂતપૂર્વ સેનેટર અબ્બાસ આફ્રિદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ