-5 જુલાઈના રોજ
બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે યોજાશે
નવી દિલ્હી, 7 જૂન (હિ.સ.) ચેક રિપબ્લિકના માર્ટિન કોનેકનીએ જાપાનના
એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા ગેન્કી ડીનનું સ્થાન લીધું છે.આયોજકોએ
શુક્રવારે નીરજ ચોપડા ક્લાસિક ઇન્ટરનેશનલ જેવેલિન થ્રો સ્પર્ધા માટે 12 ખેલાડીઓની અંતિમ
પ્રવેશ યાદીની પુષ્ટિ કરી છે.
ભારતમાં યોજાનારી આ પહેલી આંતરરાષ્ટ્રીય જેવેલિન થ્રો
સ્પર્ધા છે.જે મૂળ 24 મેના રોજ
પંચકુલામાં યોજાવાની હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવને કારણે
મુલતવી રાખવામાં આવી હતી.
ઓલિમ્પિક મેડલ વિજેતા ચોપડાની ખાસ પહેલ
આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન બે વખતના ઓલિમ્પિક મેડલ
વિજેતા નીરજ ચોપદા અને જેએસડબ્લ્યુસ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેને એથ્લેટિક્સ
ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા આપવામાં આવી છે. ચોપડાના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી
આ સ્પર્ધાને વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા કેટેગરી-એનો દરજ્જો મળ્યો
છે.
મોટા આંતરરાષ્ટ્રીય નામોનો સમાવેશ થશે
માર્ટિન કોનેક્ની ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં બે વખતના વિશ્વ
ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ, 2016 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા થોમસ રોહલર
(જર્મની), 2015 વિશ્વ ચેમ્પિયન
જુલિયસ યેગો (કેન્યા), કર્ટિસ થોમ્પસન
(યુએસએ), લુઇઝ મૌરિસિયો દા
સિલ્વા (બ્રાઝિલ) અને શ્રીલંકાના રૂમેશ પાથિરાગેનો સમાવેશ થશે.
ભારતીય ટીમમાં 5 સ્ટાર ખેલાડીઓ હશે
નીરજ ચોપડાની સાથે, એશિયન ચેમ્પિયનશિપના રજત ચંદ્રક વિજેતા સચિન યાદવ, કિશોર જેના, રોહિત યાદવ અને
સાહિલ સિલવાલ પણ ભારતીય ટીમમાં પોતાનો પડકાર રજૂ કરશે.
સ્થળ બદલાયું, હવે તે બેંગલુરુમાં યોજાશે
પહેલા આ સ્પર્ધા પંચકુલામાં યોજાવાની હતી, પરંતુ લાઇવ
ટેલિકાસ્ટમાં પ્રકાશ સમસ્યાઓના કારણે, તે હવે 5 જુલાઈએ બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં યોજાશે.
ટિકિટ કિંમત અને પ્રીમિયમ અનુભવ
આયોજકો અનુસાર, ટિકિટની કિંમત ₹199 થી ₹9,999 સુધીની હશે. 15 લોકોની ક્ષમતાવાળા કોર્પોરેટ બોક્સની કિંમત
₹44,999 રાખવામાં આવી
છે. થ્રોઅર્સ રનવે પાસેનો ખાસ સ્ટેન્ડ ₹9,999માં ઉપલબ્ધ
થશે અને નોર્થ અપર સ્ટેન્ડમાં રનવેની પાછળ સ્થિત પ્રીમિયમ સેક્શન ₹૨,999માં ઉપલબ્ધ
થશે.
ચોપડાનું લક્ષ્ય - ભારતને એથ્લેટિક્સનું યજમાન કેન્દ્ર
બનાવવાનું
નીરજ ચોપડાનું લક્ષ્ય આ ઇવેન્ટ દ્વારા ભારતને વિશ્વ કક્ષાની
એથ્લેટિક્સ ઇવેન્ટ્સનું વિશ્વસનીય યજમાન બનાવવાનું છે. આ સ્પર્ધાને આ દિશામાં એક
ઐતિહાસિક પગલું માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ