ચેન્નઈ, નવી દિલ્હી, 8 જૂન (હિ.સ.)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તમિલનાડુના મદુરાઈ પહોંચ્યા અને 2026 વિધાનસભા ચૂંટણી
માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી. શાહની મુલાકાતનો હેતુ, રાજ્યમાં પાર્ટીની
પાયાના સ્તરે હાજરીને મજબૂત બનાવવા અને તેની ચૂંટણીની સંભાવનાઓને વધારવાનો છે.
તેમની મુલાકાત દરમિયાન, શાહ સ્થાનિક પાર્ટી નેતાઓ, કાર્યકરો અને અધિકારીઓ સાથે વાતચીત કરીને
પાર્ટીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે અને સુધારણાના ક્ષેત્રો ઓળખશે. તેઓ પાર્ટીના
સંગઠનાત્મક માળખાની પણ સમીક્ષા કરશે અને લોકોમાં તેની પહોંચ અને પ્રભાવ વધારવાના
માર્ગો પર, રણનીતિ બનાવશે. મદુરાઈની તેમની મુલાકાત મહત્વપૂર્ણ છે. કારણ કે, આ શહેર
ભાજપના દક્ષિણ તમિલનાડુ કામગીરીનું મુખ્ય કેન્દ્ર છે. પાર્ટી રાજ્યમાં તેની હાજરી
વધારવા માટે કામ કરી રહી છે. શાહની મુલાકાત, પાર્ટી કેડર અને નેતૃત્વને ઘણી શક્તિ
આપશે.
2026ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ
તમિલનાડુમાં મજબૂત પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે અને શાહની મુલાકાત આ લક્ષ્યને
પ્રાપ્ત કરવા માટે પાર્ટીના દૃઢ નિશ્ચયનો સ્પષ્ટ સંકેત છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. આર.બી. ચૌધરી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ