દાહોદ, 8 જૂન (હિ.સ.)
દાહોદમાં ઇન્દોર હાઈવે ઉપર જૂની સેલટેક્સ કચેરીના અવાવરી ઓરડીમાં અજાણી સ્ત્રીની તિક્ષ્ણ હથિયાર વડે ગળું રેહસી હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયેલ જેને દાહોદ પોલીસ દ્વારા માત્ર 36 કલાકમાં શોધી કાઢવામાં આવ્યો
દાહોદમાં પાંચ જૂનના રોજ જૂની સેલટેક્સ કચેરીના અવાવરી ઓરડીમાં અજાણી સ્ત્રીની તિક્ષ્ણ હથિયાર વડે ગળું રેહસી હત્યા કરી ફેંકી દેવાયેલ એક ડેડ બોડી દાહોદ પોલીસને મળી હતી દાહોદ DSP ર્ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાવાળા સ્થળે તપાસ કરી જરૂરી સૂચન આપતાં અને દાહોદ Dysp જગદીશ ભંડારી ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા 50 પોલીસ્કર્મચારીઓ ની ટીમ બનાવી અને તપાસ શરુ કરતા લશની પાસે એક પર્સ મળી આવેલ જેમાં વાહન રજીસ્ટ્રેશન નંબર લખેલી એક ચિઠ્ઠી મળી આવેલ જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપલાભાઈ પરમાર રહેવાશી ફતેપુરાના હોવાનું જણાઈ આવતા તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ ઝાબુઆ રહેતા હોવાનું જણાવતા પોલીસની ટીમે ઝાબુઆ મધ્યપ્રદેશમાં લગાવે જુદા જુદા 100 જેટલાં CCTV ફૂટેજ ચેક કરતા પાંચ તારીખે આ મરણ જનાર એક અજાણ્યા ઈસમ સાથે મોટર સાઇકલ ઉપર બેસી ને જતા જોવાયેલ જેના આધારે ટેક્નિકલ અને યુમન સોર્ષથી આરોપી પ્રવીણ પોમાણી ને ઝડપી પાડી પૂછ પરછ કરતા આરોપીએ મૃતક સ્ત્રી પોતાની મમી હોવાનું કબુલ્યું હતું અને તેમની સાથે પાંચ વર્ષથી આડા સબંધ હોઈ હવે પ્રવીણ તેમની દીકરી સાથે વાતો કરતો હોઈ વર્ષાબેને તેને ધમકી આપી વાતો કરવાની ના પાડતા પ્રવીણ એ પોતાની મામીને ફોસલાવી કલ્યાણપુરા ચોકડી થી લઈ પીટોલ પહોંચેલ જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈ અને સંતાડી દીધેલ ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માંગેલ અને રાત્રિનો સમય થતા તેઓ બન્ને જૂની સેલ્ટક્સ કચેરીના આવાવરા ઓરડામાં આવી થોડી વાતો કરી અને પછી સુઈ ગયેલ હતા અને રાત્રીના ત્રણ વાગે પ્રવીણ એ ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પથી રેહસી નાખી આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી અને ફરાર થઇ ગયેલ હતો જેને દાહોદ પોલીસે માત્ર 36 કલાકમાં શોધી કાઢી જેલ ભેગો કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah