એથેન્સ, નવી દિલ્હી, 08 જૂન (હિ.સ.)
ઉત્તરી ગ્રીસના માઉન્ટ એથોસના ગ્રીક ઓર્થોડોક્સ ધાર્મિક પ્રદેશમાં શનિવારે, 5.3 ની તીવ્રતાનો
ભૂકંપ આવ્યો, જેના કારણે
સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભય અને ગભરાટ ફેલાયો. છેલ્લા ચાર દિવસમાં આ ભૂકંપ બીજી
વખત અનુભવાયો છે.
એથેન્સના જીયોડાયનેમિક્સ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર,”ભૂકંપ સમુદ્રની
નીચે 12.5 કિલોમીટર (7.7 માઇલ) ની ઊંડાઈએ
આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ માઉન્ટ એથોસની વહીવટી રાજધાની હલ્કિડિકી દ્વીપકલ્પ
પર સ્થિત કરૈસના ઉત્તરપશ્ચિમમાં હતું. આસપાસના ઘણા વિસ્તારોમાં પણ આંચકા સ્પષ્ટપણે
અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઈ મોટા
નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.”
માઉન્ટ એથોસના ગવર્નર અલ્કીવિયાડિસ સ્ટેફનિસે કહ્યું કે,”
દરેક વ્યક્તિ સુરક્ષિત છે અને ગભરાવાની જરૂર નથી.” તેમણે કહ્યું કે,” ભૂકંપ
દરમિયાન, મઠ વિસ્તારમાં
મુલાકાત લેનાર એક વ્યક્તિ પડી ગયો અને તેના હાથને ઇજા થઈ. તેને સારવાર માટે
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.”
સ્થાનિક વહીવટીતંત્ર, પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને
સાવચેતીના પગલા રૂપે, તમામ મઠો અને
ઇમારતોના માળખાકીય પરીક્ષણો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તારની
ભૂકંપીય પ્રવૃત્તિને જોતાં,
ભવિષ્યમાં વધુ
ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય નહીં.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ