'હાઉસફુલ-5 ' ની કમાણીમાં વધારો, ૨ દિવસમાં 5 ૦ કરોડનો આંકડો પાર
નવી દિલ્હી, 8 જૂન (હિ.સ.) ''હાઉસફુલ-5'' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને માત્ર ત્રણ દિવસમાં એક કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી હોય તેવું લાગે છે અને માત્ર ત્રણ દિવસમાં તેના બજેટનો મોટો ભાગ વસૂલ કરીને
ફિલ્મ


નવી દિલ્હી, 8 જૂન (હિ.સ.) 'હાઉસફુલ-5' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને માત્ર ત્રણ દિવસમાં એક કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી હોય તેવું લાગે છે અને માત્ર ત્રણ દિવસમાં તેના બજેટનો મોટો ભાગ વસૂલ કરીને નિર્માતાઓની આશાઓ વધારી છે. તરુણ મનસુખાની દિગ્દર્શિત કોમેડી ફિલ્મ 'હાઉસફુલ-5' માં ઘણા સ્ટાર કલાકારો છે. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, નરગીસ ફખરી, જેકલીન ફર્નાન્ડીઝ, નાના પાટેકર, ફરદીન ખાન, જોની લીવર, ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

'સૅકનિલ્ક' ના મતે, 'હાઉસફુલ-5' એ ૨૪ કરોડની ઓપનિંગ કરી હતી, જેની સાથે તેણે આ વર્ષે રિલીઝ થયેલી અક્ષયની સૌથી વધુ ઓપનિંગ ફિલ્મ 'સ્કાય ફોર્સ' ને પણ પાછળ છોડી દીધી હતી. બીજા દિવસે, તેની કમાણી 25 ટકા વધીને ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે, 'હાઉસફુલ 5' એ 2 દિવસમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે અને 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

'હાઉસફુલ-5' ના બે અલગ અલગ અંત છે. આનો અર્થ એ છે કે દર્શકોએ સિનેમા હોલમાં જઈને ફિલ્મ બે વાર જોવી પડશે જેથી તેઓ બંને ક્લાઇમેક્સ જોઈ શકે. દિગ્દર્શક તરુણ મનસુખાનીએ કહ્યું, સાજિદ નડિયાદવાલાના મનમાં 30 વર્ષથી આ વિચાર હતો. અંતે, તેમણે તેને 'હાઉસફુલ-5' માં રજૂ કર્યો. એક દિગ્દર્શક તરીકે, મારા માટે બે ક્લાઇમેક્સવાળી ફિલ્મ બનાવવી એ સૌથી રસપ્રદ બાબત હતી. તે સમયે, તે બધું ખૂબ જ રોમાંચક લાગે છે અને એક ફિલ્મ નિર્માતા તરીકે, તમને તેને વધુ સારું બનાવવાનો પડકાર લાગે છે, પરંતુ જ્યારે તમે ખરેખર સેટ પર જાઓ છો અને કામ શરૂ કરો છો, ત્યારે તમને વાસ્તવિક પડકારોનો અહેસાસ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande