જૂન મહિનામાં ભાવનગર રેલવે મંડળના, 21 કર્મચારીઓ અને 2 સહાયક અધિકારીઓ સેવાનિવૃત્ત થયા
ભાવનગર 1 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં આ વર્ષનો છઠ્ઠો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ 30 જૂન 2025 (સોમવાર) ના રોજ મંડળ કાર્યાલયના કોન્ફરન્સ રૂમમાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. વિવિધ વિભાગોના કુલ 21
અધિકારીઓ સેવાનિવૃત્ત થયા


ભાવનગર 1 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં આ વર્ષનો છઠ્ઠો સેવાનિવૃત્તિ વિદાય કાર્યક્રમ 30 જૂન 2025 (સોમવાર) ના રોજ મંડળ કાર્યાલયના કોન્ફરન્સ રૂમમાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. વિવિધ વિભાગોના કુલ 21 કર્મચારીઓ અને 2 સહાયક અધિકારીઓ 30.06.2025 ના રોજ વય મર્યાદા પૂર્ણ થવાને કારણે સેવાનિવૃત્ત થયા હતા. જેમાં સહાયક વાણિજ્યિક પ્રબંધક કલ્પેશ કુમાર જી. દવે સાથે વાણિજ્ય વિભાગના કુલ 4, એન્જિનિયરિંગ વિભાગના 6, પરિચાલન વિભાગના 2, મિકેનિકલ વિભાગ (C&W) ના 3, ઇલેક્ટ્રિકલ વિભાગ (TR) ના 3, ઇલેક્ટ્રિકલ વિભાગ (પાવર) ના 2, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના 1, સ્થાપના વિભાગના 1 અને રેલવે સુરક્ષા બળના 1 કર્મચારી સેવાનિવૃત્ત થયા છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ભાવનગર ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં તમામ નિવૃત્ત કર્મચારીઓને સન્માનજનક વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા કેટલાક કર્મચારીઓના પરિવારના સભ્યો પણ હાજર હતા.

અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માએ તમામ કર્મચારીઓને તેમની સંપૂર્ણ સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે, તમે આ સંસ્થાને તમારા જીવનનો કિંમતી સમય આપ્યો છે. તેથી, આ પ્રશંસનીય સેવા માટે અમે બધા તમારા બધાનો આભાર માનીએ છીએ. સંસ્થામાં તમારી બધાની ચોક્કસ કમી મહસૂસ થશે, પરંતુ બધા કર્મચારીઓની નિવૃત્તિ ચોક્કસ દિવસે નક્કી કરવામાં આવે છે અને તેઓએ સંસ્થા છોડી દેવી પડે છે.

તેમણે તમામ કર્મચારીઓને તેમના નિવૃત્તિ લાભોનું યોગ્ય અને સુરક્ષિત રીતે રોકાણ કરવાની સલાહ આપી અને છેતરપિંડી માટે આવતા છેતરપિંડીના કોલથી સાવધાન રહેવાની સલાહ આપી.

વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી હુબલાલ જગન, સેવાનિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને તેમના સેટલમેંટ અંગે માર્ગદર્શન આપ્યું અને તેમને શુભકામનાઓ પાઠવી. બેઠકમાં હાજર તમામ શાખા અધિકારીઓએ પણ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી અને તેમને સ્વસ્થ અને સુખી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી.

સેવાનિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓએ ભારતીય રેલવે અને તેમના સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે, આપણને આટલી મોટી સંસ્થામાં સેવા આપવાની તક મળી અને આજે આપણને સન્માનજનક વિદાય આપવામાં આવી રહી છે.

નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓને અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા દ્વારા સેવા પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા. સહાયક કાર્મિક અધિકારી સંતોષ કુમાર વર્માએ આભાર જ્ઞાપન કર્યા અને કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande